ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 1, 2025 6:20 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ મસાટો કાંડાને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા દાયકામાં ભારતના ઝડપી પરિવર્તનથી અગણિત લોકો સશક્ત થયા છે અને અમે આ કાર્યને વધુ વેગ આપવા કામ કરી રહ્યા છીએ. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ વિવિધ મુદ્દાઓ પર દ્રષ્ટિકોણની આપલે કરી હતી.
શ્રી કાંડાએ જણાવ્યું કે, એડીબી ભારતને આગામી પાંચ વર્ષમાં મ્યુનિસિપલ માળખાગત વિકાસ, મેટ્રો નેટવર્કનું વિસ્તરણ, નવા પ્રાદેશિક ઝડપી પરિવહન પ્રણાલી કોરિડોરનું નિર્માણ અને શહેરની સેવાઓનું આધુનિકીકરણ કરવા માટે ત્રીજા પક્ષની મૂડી સહિત 10 અબજ ડોલરનું ભંડોળ આપશે.
સોશિયલ મિડિયા સંદેશમાં શ્રી કાંડાએ વિક્સિત ભારત 2047 વિઝનની પ્રશંસા કરી હતી અને એડીબીને તેનો સહયોગ જાહેર કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ