પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ઓપરેશન સિંદૂર ભારતની મહિલા શક્તિનું પ્રતીક બની ગયું છે. ગઇકાલે ભોપાલમાં એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભારત કોઈ પણ પ્રકારના પરોક્ષ યુદ્ધને સહન કરશે નહીં અને આતંકવાદી કૃત્યોનો કડક જવાબ આપવા માટે કટિબદ્ધ છે.પ્રધાનમંત્રી ગઈકાલે ભોપાલના જમ્બૂરી મેદાનમાં લોકમાતા દેવી અહિલ્યા બાઈની 300મી જન્મજયંતી પર આયોજિત મહિલા સશક્તિકરણ મહા સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર ભારતની બહાદુરીનું પ્રતીક બની ગયું છે.આતંકવાદીઓએ મહિલાઓની શક્તિને પડકાર ફેંક્યો હતો.
Site Admin | જૂન 1, 2025 7:42 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરને ભારતની મહિલા શક્તિનું પ્રતીક લેખાવ્યું
