પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં 47 હજાર 573 કરોડ રૂપિયાથી વધુના 15 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. તેમણે ચુન્નીગંજ અને નયાગંજ વચ્ચે કાનપુર મેટ્રોના નવા કોરિડોરને પણ લીલી ઝંડી બતાવી. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આખી દુનિયાએ ઓપરેશન સિંદૂરના રૂપમાં દીકરીઓનો ગુસ્સો અને પીડા જોઈ અને ભારતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદી ઠેકાણાઓનો સંપૂર્ણ નાશ કર્યો. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન ડરતાં દુશ્મને કોઈ ભ્રમમાં ન રહેવું જોઈએ, ઓપરેશન સિંદૂર હજુ પૂરું થયું નથી.
શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો આધુનિક અને વિકસિત ઉત્તર પ્રદેશના નિર્માણ માટે સાથે મળીને કામ કરી રહી છે. તેમણે કહ્યું કે માળખાગત સુવિધાઓ અને સંસાધનો, જે પહેલા મોટા મેટ્રો શહેરો માટે અનામત હતા, હવે કાનપુરમાં પણ દેખાય છે.
આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા.
આ પહેલા, શ્રી મોદીએ સવારે બિહારના રોહતાશ જિલ્લાના દુર્ગાડીહ ગામમાં ૪૮ હજાર ૫૨૦ કરોડ રૂપિયાના વિવિધ વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે બિહારમાં ડબલ એન્જિન સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૨૨ ના ચાર-માર્ગીય પટના-ગયા-ડોભી સેક્શનનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વિકાસકાર્ય પાંચ હજાર ૫૦૦ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે.