પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તરપ્રદેશમાં 96 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
બિહારમાં શ્રી મોદી રોહતાસ જિલ્લાના બિક્રમગંજ ખાતે 48 હજાર 520 કરોડ રૂપિયાથી વધુના અનેક ઉર્જા, માર્ગ અને રેલવે કનેક્ટિવિટી સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ બિક્રમગંજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી ઔરંગાબાદ જિલ્લામાં નબીનગર સુપર થર્મલ પાવર પ્રોજેક્ટના બીજા તબક્કાનો શિલાન્યાસ કરશે. ત્રણ યુનિટ અને બે હજાર 400 મેગાવોટની સંયુક્ત ક્ષમતા ધરાવતા આ પ્રોજેક્ટનો ખર્ચ 29 હજાર 930 કરોડ છે. આ પ્રોજેક્ટ બિહાર અને પૂર્વ ભારતમાં ઊર્જા સુરક્ષા સુનિશ્ચિત કરશે, ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, રોજગારીની તકો ઉભી કરશે અને પ્રદેશમાં સસ્તી વીજળી પૂરી પાડશે તેવી અપેક્ષા છે.
ઉત્તરપ્રદેશમાં પ્રધાનમંત્રી આજે બપોરે કાનપુરમાં 47 હજાર 600 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. શ્રી મોદી ચંદ્રશેખર આઝાદ કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના મેદાનમાં એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
Site Admin | મે 30, 2025 7:48 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બિહાર અને ઉત્તરપ્રદેશમાં 96 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
