પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમની રાજધાની ગંગટોકમાં “સિક્કિમના ૫૦ વર્ષ: હેતુપૂર્ણ વિકાસ અને પ્રકૃતિ સાથે વિકાસ” વિષય પર એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ રાજ્ય માટે અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને કેટલાક વધુ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગના રાજકીય સચિવ વિકાસ બસનેતે જણાવ્યું હતું કે લોકો પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા અને સાંભળવા માટે ઉત્સુક છે.શ્રી મોદી આજે બપોરે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને કૂચ બિહાર જિલ્લામાં સિટી ગેસ વિતરણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ અઢી લાખથી વધુ લોકોને અને સો થી વધુ વ્યાપારી સંસ્થાઓ અને ઉદ્યોગોને PNG અને લગભગ 19 CNG સ્ટેશનોને CNG પ્રદાન કરશે. તે ઇંધણ સસ્તું બનાવશે અને રોજગારીની તકોનું સર્જન કરશે. શ્રી મોદી આજે સાંજે બિહારમાં પટના હવાઈમથકના નવા બનેલા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે. આ ટર્મિનલ આશરે બારસો કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ હવાઈમથકેથી દર વર્ષે એક કરોડ લોકો અવરજવર કરી શકશે. પ્રધાનમંત્રી આશરે એક હજાર 410 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા બિહતા એરપોર્ટના નવા સિવિલ એન્ક્લેવનો શિલાન્યાસ પણ કરશે. શ્રી મોદી પટનામાં એક રોડ શો પણ કરશે. આ રોડ શો પટના એરપોર્ટથી શરૂ થશે અને પટનામાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય સુધી જશે.
Site Admin | મે 29, 2025 8:41 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિક્કિમ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે
