પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
શ્રી મોદી આજે કંડલા પૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૉલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યોની ભેટ આપશે. ઉપરાંત તેઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પૂરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બૉર્ડ, પાવરગ્રીડ તેમજ દીનદયાળ બંદર સત્તામંડળના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.