ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 9, 2025 3:26 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ટેલિફૉનિક વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આજે ટેલિફૉનિક વાતચીત કરી હતી. શ્રી મોદીએ સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા આગોતરા આયોજન અંગે માહિતી મેળવી. તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપતા જણાવ્યું, શ્રી મોદીએ ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાઓ અંગેની પણ વિગતો મેળવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ