ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 14, 2025 9:29 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતીએ હરિયાણાના હિસારમાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતી નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે. તેઓ સવારે હિસારથી અયોધ્યા સુધીની વાણિજ્યિક ઉડાનને લીલી ઝંડી ફરકાવીને હિસાર હવાઇમથકના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી યમુનાનગરમાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે અને આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરશે.પ્રધાનમંત્રી યમુનાનગરમાં મુકરબપુરમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી ભારતમાલા પરિયોજના હેઠળ આશરે 1 હજાર 70 કરોડ રૂપિયાની કિંમતની 14.4 કિલોમીટર લાંબી રેવાડી બાયપાસ પરિયોજનાનું પણ ઉદ્ઘાટન કરશે. આ પરિયોજનાને કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે અને ઇંધણ અને નાણાની પણ બચત થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ