પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર્ટ ડૅ વેવરને બૅલ્જિયમના પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ ભારત-બૅલ્જિયમના સંબંધને વધુ મજબૂત કરવા તેમજ વૈશ્વિક બાબતો પર સહકાર વધારવા માટે સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બાર્ટ ડી વૅવરે ગઈકાલે બૅલ્જિયમ રાજમહેલમાં સમ્રાટ ફિલિપ સમક્ષ પ્રધાનમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા હતા. ડી વેવરના સત્તાધારી ગઠબંધનના પાંચ દળ સામેલ છે. નવી સરકારના મુખ્ય કાર્યોમાં અંદાજપત્ર સુધારા, પ્રવાસીઓ મામલે કડક નીતિ અને આર્થિક પુનર્ગઠન પર ધ્યાન આપવા જેવા કામ સામેલ છે. જોકે, વૅવર મંત્રીમંડળમાં લિંગ સમાનતા અંગે સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે, 15 સભ્યના મંત્રીમંડળમાં માત્ર ત્રણ મહિલાઓને જ પ્રતિનિધિત્વ અપાયું છે. ઉપરાંત સરકાર સામે બૅલ્જિયમના ભાષાકીય અને રાજકીય મતભેદોને ઉકેલવાનો પડકાર પણ છે.
Site Admin | ફેબ્રુવારી 4, 2025 2:27 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાર્ટ ડૅ વેવરને બૅલ્જિયમના પ્રધાનમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે