ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ BAPS સુવર્ણ મહોત્સવમાં સેવાને ભારતીય સંસ્કૃતિનો મુખ્ય સિદ્ધાંત ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલા સુવર્ણ મહોત્સવમાં BAPS સંસ્થાની કામગીરીને બિરદાવી હતી તેમણે જણાવ્યું હતું કે BAPSના કાર્યકરોની કામગીરી ભારતના સમુદ્ધ આધ્યાત્મિક વારસાની ક્ષમતાનો પરિચય સમગ્ર વિશ્વને કરાવે છે. પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે,ભારતીય સંસ્કૃતિના આંતરિક મૂલ્ય તરીકે સેવાના સિદ્ધાંત પર ભાર મૂકતા, શ્રી મોદીએ સ્વયંસેવકોને સમાજની સુધારણા માટેના સંકલ્પો હાંસલ કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી.
બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPS ના કાર્યકર સુવર્ણ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાંથી લગભગ 1 લાખ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ સુવર્ણ મહોત્સવનું ઉદ્ઘાટન મહંત સ્વામી મહારાજ દ્વારા 28 જાન્યુઆરી, 2024 ના રોજ સુરતમાં કરવામાં આવ્યું હતું.