ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનામાં ઉપરાછાપરી દ્વિપક્ષીય બેઠકો કરી હતી.. શ્રી મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચિત કરી હતી.
આ મુલાકાત દરમિયાન, શ્રીમોદીએ નાઇજીરીયામાં દ્વિપક્ષીય બેઠક, બ્રાઝિલમાં G20 સમિટની સાથે સાથે દસ દ્વિપક્ષીય બેઠકો અને ગુયાનામાં આવીનવ બેઠકો યોજી હતી.
બ્રાઝિલમાં દ્વિપક્ષીય બેઠકો પૈકી, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો, પોર્ટુગલના પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો, યુકેના પ્રધાનમંત્રી કેઇર સ્ટારમર, ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક અને આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ પ્રથમ મુલાકાત હતી. બ્રાઝિલમાં, શ્રી મોદીએ પણ અનૌપચારિક વાતચીત કરી હતી.