નવેમ્બર 11, 2024 2:21 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ કહ્યું કે મૌલાના આઝાદને જ્ઞાનની દીવાદાંડી તરીકે અને ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે યાદ કરવામાં આવે છે. શ્રી મોદીએ કહ્યું કે તેઓ એક મહાન વિચારક અને પ્રખર લેખક પણ હતા. સરકાર વિકસિત અને સશક્ત ભારત માટે તેમના લક્ષ્યથી પ્રેરિત હોવાનું પણ તેમણે કહ્યું હતું.