ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 3, 2024 9:00 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ગુજરાતી નવા વર્ષ નિમિત્તે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી હતી.
તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું કે, આ નવું વર્ષ તમારા જીવનમાં સુખ, સફળતા અને સમૃદ્ધિ લઈને આવે અને તમારું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના.
કેન્દ્રિય ગૃહ અને સહકારિકતા મંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં થલતેજ ખાતે પોતાના નિવાસસ્થાને નવા વર્ષની લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ નવું વર્ષ સમગ્ર રાજ્ય માટે શ્રેષ્ઠ અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત દેશમાં સર્વાધિક પ્રગતિના નવા શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
સુરતમાં કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલે પણ પોતાના નિવાસસ્થાને પક્ષના કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.