પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો છે.
જે અતંર્ગત દેશભરના 9.4 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનો સીધો નાણાકીય લાભ મળશે.
મહારાષ્ટ્રના વાશીમમાં એક દિવસીય મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રીએ વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ વાશીમમાં વણજારા સમુદાયનો ભવ્ય વારસો દર્શાવતા સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વાશિમમાં 23 હજાર 300 કરોડ રૂપિયાના મૂલ્યની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલોનો પ્રારંભ કરાવ્યો, ત્યારબાદ થાણેમાં 32 હજાર 800 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 7:50 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જાહેર કર્યો