નવેમ્બર 19, 2025 9:02 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાતે- PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુની મુલાકાત લેશે. આંધ્રપ્રદેશની તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના પવિત્ર મંદિર અને મહાસમાધિની મુલાકાત લેશે અને તેમને શ્રદ્ધાંજલિ આપશે.
પ્રધાનમંત્રી ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં સત્ય સાંઈ બાબાના જીવન, ઉપદેશો અને શાશ્વત વારસાને માન આપતો સ્મારક સિક્કો અને સ્ટેમ્પનો સેટ બહાર પાડશે. બાદમાં, પ્રધાનમંત્રી તમિલનાડુના કોઈમ્બતુરની યાત્રા કરશે અને દક્ષિણ ભારત કુદરતી ખેતી સમિટનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ દરમિયાન, શ્રી મોદી દેશભરના 9 કરોડ ખેડૂતોને ટેકો આપવા માટે 18 હજાર કરોડ રૂપિયાથી વધુની PM-KISAN સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો બહાર પાડશે અને સભાને પણ સંબોધિત કરશે.