નવેમ્બર 19, 2025 9:26 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21-મા હપ્તા હેઠળ રાજ્યના 49 લાખથી વધુ ખેડૂત પરિવારને 986 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના કોઇમ્બતુરથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો જાહેર કરશે. આ પ્રસંગે શ્રી મોદી દેશભરના ખેડૂતોને સંબોધશે.કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે. યોજનાના 21-મા હપ્તા હેઠળ રાજ્યના 49 લાખ 31 હજારથી વધુ ખેડૂત પરિવારને 986 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાશે.કાર્યક્રમમાં કૃષિ અને બાગાયતની વિવિધ યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય અને મંજૂરીપત્રોનું મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરાશે.