ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 27, 2024 7:37 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આવતીકાલે વડોદરામાં સી-295 એરક્રાફ્ટ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી અને સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ આવતીકાલે વડોદરામાં સી-295 એરક્રાફ્ટ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરશે. સી-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે જેમાંથી 16 વિમાન સીધા સ્પેનથી એરબસ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યા છે. અને બાકીના 40 એરક્રાફ્ટ ભારતમાં બનશે. આ અંગે વધુ માહીતી આપે છે, અમારા વડોદરાના પ્રતિનિધિ.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓકટોબર 2022માં વડોદરામાં ફાઇનલ એસેમ્બલી લાઇનનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે વડોદરાથી બપોરે અમરેલીના દૂધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે.ત્યારબાદ લાઠી, અમરેલી ખાતે ચાર હજાર 800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કામોનું ઉદઘાટનઅને શિલાન્યાસ કરશે.