ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 11, 2025 7:49 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રીએ વારાણસીમાં 3 હજાર 884 કરોડ રૂપિયાથી વધુના 44 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીના મેહદીગંજ ખાતે 3 હજાર 8 સો 84 કરોડ રૂપિયાથી વધુના 44 વિકાસકામોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ વિકાસકામોમાં રોડ, વીજળી, શિક્ષણ અને પર્યટન ક્ષેત્રોમાં વિકાસનો સમાવેશ થાય છે. જેનો ઉદ્દેશ્ય પ્રદેશની એકંદર પ્રગતિને પ્રોત્સાહન આપવાનો છે.
જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે કાશી ફક્ત પ્રાચીનતાનું પ્રતીક નથી પરંતુ વિકાસનું એક મોડેલ બની ગયું છે. તેમણે શહેરના ઝડપી વિકાસની પ્રશંસા કરતાં કહ્યું કે કેવી રીતે માળખાગત સુવિધાઓમાં સુધારો, ધાર્મિક પર્યટન અને નાગરિક સુવિધાઓના અપગ્રેડેશનથી આ પ્રાચીન શહેર આધુનિક શહેરી કેન્દ્રમાં પરિવર્તિત થયું છે.
આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ 70 વર્ષથી વધુ ઉંમરના ત્રણ વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન કાર્ડ એનાયત કર્યા, ત્રણ GI ટેગ અને પ્રમાણપત્રો પ્રદાન કર્યા અને બનાસ ડેરી (અમૂલ) સાથે સંકળાયેલા રાજ્યના દૂધ ઉત્પાદક ખેડૂતોને 106 કરોડ રૂપિયાનું બોનસ પણ ટ્રાન્સફર કર્યું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ