ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 25, 2024 7:42 પી એમ(PM)

printer

પુણે ખાતે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઇ છે

પુણે ખાતે ભારત અને ન્યુઝિલેંડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઇ છે.ન્યુઝિલેંડે  બીજા દિવસની રમતબંધ રહી ત્યાર  સુધીમાં તેની બીજી ઇનિંગમાં 5 વિકેટે 198 રન બનાવ્યા છે. પ્રવાસી ટીમે આ સાથે 301ની સરસાઇ મેળવી લીધી છે. આજે શરૂઆતમાં, મિશેલસેન્ટનરની સાત વિકેટેને કારણે ટીમ ઇન્ડિયા 156 રનમાં તંબુ ભેગી થઇ જતા ન્યૂઝીલેન્ડને 103 રનની લીડ મળી હતી. સેન્ટનરે 17.3 ઓવરમાં સાત વિકેટ ખેરવી હતી.. મેચની પ્રથમ ઇનિંગમાં,ન્યૂઝીલેન્ડ 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું ભારત તરફથી ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે સાત  વિકેટ ઝડપી હતી.રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી.  બેંગલુરુખાતેની પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતીને ન્યુઝીલેન્ડ પાસે એક શૂન્યની શ્રેણીમાં સરસાઇ છે