ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 31, 2025 2:04 પી એમ(PM)

printer

પાકિસ્તાન અંગેના અગાઉના નિવેદનને પરત ખેંચીને આંતકવાદ મામલે કોલંબિયાએ ભારતનું મજબૂત સમર્થન કર્યુ

આતંકવાદને નાબૂદ કરવાના ભારતના અડગ સંકલ્પને વિશ્વના દેશો સુધી પહોંચાડવા માટે સાત બહુપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળો વિવિધ દેશોની મુલાકાતે છે. કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ, કોલંબિયાની મુલાકાતે છે, તેમણે કોલંબિયાના વિદેશ મંત્રી રોઝા યોલાન્ડા વિલાવિસેન્સિયો અને એશિયા-પેસિફિક સાથે કાર્યરત વરિષ્ઠ સાથીદારો સાથે મુલાકાત કરી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી થરૂરે કહ્યું કે કોલંબિયાના મંત્રીઓએ પાકિસ્તાન અંગેના અગાઉ આપેલા નિવેદનને પરત ખેંચી લીધુ છે.. અને ભારતને મજબૂત સમર્થન આપ્યું છે. શિવસેના સાંસદ ડૉ. શ્રીકાંત એકનાથ શિંદેના નેતૃત્વમાં બીજા એક પ્રતિનિધિમંડળે સિએરા લિયોનની મુલાકાત પૂર્ણ કરી છે. પ્રતિનિધિમંડળે સંસદના અધ્યક્ષ, સંરક્ષણ નાયબમંત્રી , રાષ્ટ્રીય સુરક્ષા સંયોજક, કાર્યકારી વિદેશ પ્રધાન અને સિએરા લિયોનના ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો સાથે વ્યાપક બેઠકો કરી હતી.
સિએરા લિયોનની સંસદે પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી અને હુમલાના પીડિતોને મૌન પાળીને શ્રધ્ધાજંલી અર્પી હતી. મુલાકાતનું સમાપન આતંકવાદનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા માટે યુએન સુરક્ષા પરિષદ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) અને અન્ય વૈશ્વિક મંચો પર સંકલિત કાર્યવાહી માટે હાકલ સાથે થયું હતું. ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં એક અન્ય સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે લાતવિયામાં ભારતીય ડાયસ્પોરા સાથે વાતચિત કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ