ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 8:55 એ એમ (AM)

printer

પાકિસ્તાનના આતંકવાદના પર્દાફાશ માટે ગયેલા વિભિન્ન સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળે પનામા,દક્ષિણ આફ્રિકા અને સાઉદી અરેબિયામાં ભારતનો મજબૂત પક્ષ રજૂ કર્યો

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા માટે ભારતનું સર્વપક્ષિય પ્રતિનિધ મંડળ વિવિધ દેશોની મુલાકાત લઇને ભારતો મજબૂત રીતે પક્ષરજૂ કરી રહ્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નૈતૃત્વ વાળા પ્રતિનિધિ મંડળે પનામાની મુલાકાત દરમિયાન પનામામાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા, શ્રી થરૂરે કહ્યું કે, પહેલગામમાં થયેલો ભયાનક આતંકવાદી હુમલો પાકિસ્તાની સૈન્યના એક ઘૃણાસ્પદ ઉદ્દેશ્યને અનુસરીને હતો જે કાશ્મીરી અર્થતંત્રને નબળું પાડવા માંગે છે, પ્રતિનિધિમંડળે પનામા પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોને પણ મળ્યા. બહુપક્ષીય પ્રતિનિધિમંડળે પનામા વિધાનસભાના પ્રમુખ, ડાના કાસ્ટાનેડા સાથે પણ વાતચીત કરી.જ્યારે દક્ષિણ આફ્રિકામાં, NCPના શરદપવાર જૂથની પાર્ટીના સુપ્રિયા સુલેના નેતૃત્વમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે દક્ષિણ આફ્રિકાની સંસદમાં અને દક્ષિણ આફ્રિકાની સરકારના મંત્રીઓ સાથે બેઠકો કરી હતી. આ ઉપરાંત ભાજપના સાંસદ બૈજયંત પાંડાના નેતૃત્વમાં અન્ય એક પ્રતિનિધિમંડળે સાઉદી અરેબિયાના રિયાધમાં સાઉદી અરેબિયાના વિદેશ રાજ્યમંત્રી અદેલ બિન અહેમદ અલ જુબેર સાથે વાતચીત કરી. બેઠક દરમિયાન, શ્રી પાંડાએ આતંકવાદ સામે સંકલિત કાર્યવાહી અને આતંકવાદી માળખાને તોડી પાડવાના મહત્વ પર ભાર મૂક્યો. રોમમાં, ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં બીજા એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સેનેટની વિદેશ અને સંરક્ષણ સમિતિના પ્રમુખ સ્ટેફનિયા ક્રેક્સી સાથે મુલાકાત કરી. શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં બીજું એક બહુપક્ષીય પ્રતિનિધિમંડળ કોંગોના ડેમોક્રેટિક રિપબ્લિકની મુલાકાત પૂર્ણ કર્યા પછી સિએરા લિયોન પહોંચ્યું.જનતા દળ (યુ) ના સાંસદ સંજય ઝાના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રી આરિફ હવાસ ઓગ્રોસેનો સાથે મુલાકાત કરી.ડીએમકે સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં બીજા એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળનું ગ્રીસમાં ગ્રીક સંસદીય પ્રતિનિધિમંડળે સ્વાગત કર્યું. આ પ્રસંગે બોલતા તેમણે ભારત સાથે ઉભા રહેવા અને આતંકવાદની નિંદા કરવા બદલ ગ્રીસનો આભાર માન્યો હતો..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ