રેલવે મંત્રાલયે જણાવ્યું છે કે પહેલી જુલાઈથી ફક્ત તે જ વપરાશકર્તાઓ IRCTC વેબસાઇટ અને એપ દ્વારા ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે જેમણે પોતાનું ખાતું આધાર કાર્ડ સાથે પ્રમાણિત કરાવ્યું હશે. તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક પહોંચ સુનિશ્ચિત કરવા અને મુસાફરોના હિતનું રક્ષણ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ભારતીય રેલવે એ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી છે. નવી યોજના અનુસાર, આ વર્ષે 15 જુલાઈથી ઓનલાઈન તત્કાલ બુકિંગ માટે આધાર-આધારિત OTP પ્રમાણીકરણ ફરજિયાત બનશે. કોમ્પ્યુટરાઈઝ્ડ પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટો દ્વારા બુક કરાયેલ તત્કાલ ટિકિટ માટે બુકિંગ સમયે વપરાશકર્તા દ્વારા આપવામાં આવેલા મોબાઇલ નંબર પર OTP પ્રમાણીકરણ કરાશે.
Site Admin | જૂન 11, 2025 7:38 પી એમ(PM)
પહેલી જુલાઇથી ફક્ત આધાર પ્રમાણિત વપરાશકર્તા જ IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે
