પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેંટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર ખાસ ટ્રેન દોડાવશે. હોળીના તહેવાર અને ઉનાળામાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે.
જેમાં અસારવા આગ્રા કેંટ સ્પેશિયલ ટ્રેન આગામી 16 થી પહેલી એપ્રિલ સુધી દર મંગળવાર, ગુરુવાર અને રવિવારે અસારવાથી સવારે સવા નવ વાગ્યે ઉપડશે અને બીજા દિવસે મધ્યરાત્રિએ અઢી વાગ્યે આગ્રા પહોંચશે. આ જ રીતે આગ્રા કેંટ – અસારવા સ્પેશિયલ ટ્રેન આગામી 15 થી 31 માર્ચ સુધી દર સોમવાર, બુધવાર અને શનિવારે આગ્રા કેંટ થી બપોરે દોઢ વાગ્યે ઉપડ્શે અને બીજા દિવસે વહેલી પરોઢે પોણા છ વાગ્યે અસારવા પહોંચશે.
ઉલ્લેખનીય છે કે મુસાફરો 14 માર્ચ થી આ ટ્રેન માટે બુકિંગ કરી શકશે.
Site Admin | માર્ચ 13, 2025 7:12 પી એમ(PM)
પશ્ચિમ રેલવે અસારવા અને આગ્રા કેંટ વચ્ચે અઠવાડિયામાં ત્રણ વાર ખાસ ટ્રેન દોડાવશે.
