ઓક્ટોબર 28, 2024 2:17 પી એમ(PM)

printer

પંજાબ પોલીસે પાકિસ્તાન આધારિત ડ્રગ ગેંગનો પર્દાફાશ કરીને એકસો પાંચ કિલોગ્રામ હેરોઈન અને 49 કિલો અન્ય માદક પદાર્થો જપ્ત કર્યા છે

પંજાબ પોલીસે પાકિસ્તાન આધારિત ડ્રગ ગેંગનો પર્દાફાશ કરીને એકસો પાંચ કિલોગ્રામ હેરોઈન અને 49 કિલો અન્ય માદક પદાર્થો જપ્ત કર્યા છે. પોલીસની કાઉન્ટર ઇન્ટેલિજન્સ વિંગે શનિવારે અમૃતસરમાંથી છ પિસ્તોલ સાથે બે લોકોની ધરપકડ કરી હતી.
પંજાબ પોલીસના વડાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે દાણચોરોએ પાકિસ્તાનથી રબરના ટાયર સાથેની ટ્યુબમાં ડ્રગ્સ મોકલવા માટે જળ માર્ગનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે આ ગુપ્તચર કાર્યવાહીમાં, વિદેશી આધારિત ડ્રગ સ્મગલરોના બે સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે.