રાજ્યની 346 ગ્રામ પંયાયતને પ્રથમ પંચાયત ઍડવાન્સમૅન્ટ ઇન્ડેક્સ P.A.I. 2022-23ની ફ્રન્ટ રનર શ્રેણીમાં સ્થાન પ્રાપ્ત થયું છે. પંચાયતીરાજ મંત્રાલય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આ ઇન્ડેક્સ હેઠળ 29 રાજ્યોની બે લાખ 16 હજાર ગ્રામ પંચાયતનું મુલ્યાંકન કરાયું છે, જેમાં રાજ્યની 346 ગ્રામ પંચાયત ટોચનું પ્રદર્શન કરનારી યાદીમાં સ્થાન મેળવ્યું છે.
સત્તાવાર યાદી મુજબ, પંચાયત એડવાન્સમૅન્ટ ઇન્ડેક્સ ભારત સરકાર દ્વારા ડેટા-આધારિત શાસન સંચાલિત કરવા તેમજ ગ્રામ્યસ્તરે 17 ટકાઉ વિકાસ લક્ષ્યાંક- SDG હાંસલ કરવાને પ્રોત્સાહન આપવાની સીમાચિહ્ન પહેલ છે. આ ઇન્ડેક્સ હેઠળ મૂલ્યાંકન માટે, ગરીબીમાં ઘટાડો, આરોગ્ય, શિક્ષણ, પર્યાપ્ત પાણી પૂરવઠો, સ્વચ્છ પર્યાવરણ, માળખાગત સુવિધા, સામાજિક ન્યાય, શાસન અને મહિલા સશક્તિકરણ જેવા નવ મહત્વની વિષયવસ્તુઓમાં 435 જેટલા યુનિક સ્થાનિક સૂચકાંકોનો ઉપયોગ કરાય છે.
Site Admin | એપ્રિલ 9, 2025 7:46 પી એમ(PM)
પંચાયતી રાજ મંત્રાલયે જાહેર કરેલા ઇન્ડૅક્સમાં રાજ્યની 346 ગ્રામ પંચાયતે અનોખી સિદ્ધિ હાંસલ કરી
