નવેમ્બર 11, 2024 2:24 પી એમ(PM)

printer

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે

ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાએ આજે દેશના 51મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં તેમને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચુડના અનુગામી બન્યા છે. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા હતા.