નવેમ્બર 14, 2024 6:55 પી એમ(PM) | મુહમ્મદ યુનુસ

printer

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો

નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે દેશની 90 ટકા મુસ્લિમ વસ્તીને ટાંકીને દેશના બંધારણમાંથી ‘ધર્મનિરપેક્ષતા” શબ્દને હટાવવાનો આગ્રહ કર્યો છે. ગઈકાલે 15મા બંધારણીય સુધારાની માન્યતા અંગે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બાંગ્લાદેશના એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાને કહ્યું કે ધર્મનિરપેક્ષતા બાંગ્લાદેશમાં 90 ટકા મુસ્લિમ વસ્તીની વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરતી નથી. એટર્ની જનરલે સમાજવાદ, બંગાળી રાષ્ટ્રવાદ અને બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને “રાષ્ટ્રપિતા” તરીકે નામ આપવાની જોગવાઈઓ દૂર કરવાની પણ વાત કરી હતી.
એટર્ની જનરલે ચર્ચા દરમિયાન કહ્યું કે, બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં શેખ મુજીબુર રહેમાનના યોગદાનને નકારી શકાય નહીં, પરંતુ 15મા સુધારા દ્વારા આ પદવી આપવાથી બંધારણ તેની મૂળ ભાવનાથી દૂર થઈ જાય છે. વધુમાં, બંગાળી રાષ્ટ્રવાદ પર એટર્ની જનરલે ભાષા દ્વારા રાષ્ટ્રીય ઓળખની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આના કારણે નાગરિકો વચ્ચે વિભાજન થયું છે. તેમણે કહ્યું કે કોઈપણ દેશ ભાષાના આધારે રાષ્ટ્રીય ઓળખ નક્કી કરતો નથી.
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારની પ્રણાલી દ્વારા, એક બિનચૂંટાયેલી વચગાળાની સરકારને મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારે 2011માં 15મા બંધારણીય સુધારા સાથે વચગાળાની સરકારની વ્યવસ્થા નાબૂદ કરી હતી. આ સુધારાનો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને અન્ય પક્ષોએ વિરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.