નૉર્વે ચૅસ 2025 ટૂર્નામૅન્ટમાં વર્તમાન વિશ્વ વિજેતા ડી. ગુકેશે ગત રાત્રે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો. ક્લાસિકલ ગૅમમાં ગુકેશની કાર્લસન સામે આ પહેલી જીત છે. નૉર્વેના સ્ટાવૅન્જર શહેરમાં કાર્લસને વધુ સમય સુધી રમત પર નિયંત્રણ જમાવ્યું, પરંતુ 19 વર્ષના ગુકેશે સારો બચાવ કરતા તણાવપૂર્ણ ક્ષણમાં કાર્લસનની એક ભૂલ-નો લાભ ઉઠાવ્યો.બંને વચ્ચે ટૂર્નામૅન્ટમાં પહેલા પણ મૅચ રમાઈ છે, જેમાં કાર્લસને જીત મેળવી હતી. જોકે, આ વખતે ગુકેશનો વિજય થયો. છઠ્ઠા રાઉન્ડથી પહેલા કાર્લસન નવ પૂર્ણાંક પાંચ પૉઈન્ટ સાથે ટોચ પર હતા. હવે ટૂર્નામૅન્ટ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.
Site Admin | જૂન 2, 2025 10:42 એ એમ (AM)
નૉર્વે ચૅસ ટૂર્નામૅન્ટમાં ડી. ગુકેશે વિશ્વના પહેલા ક્રમાંકના ખેલાડી મૅગ્નસ કાર્લસનને પરાજય આપ્યો
