નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ આવ્યું છે. જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં 71 અબજ 28 કરોડ ડોલર કરતાં 14 ટકા વધુ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે ૨૦૨૪-૨૫માં, કુલ રોકાણમાં સેવા ક્ષેત્રનો હિસ્સો સૌથી વધુ ૧૯ ટકા હતો, જે કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં ૧૬ ટકા અને વેપારમાં ૮ ટકા હતો.સેવા ક્ષેત્રમાં વિદેશી પ્રત્યક્ષ રોકાણ પણ ગયા વર્ષે છ અબજ 64 ડોલરથી 40.77 ટકા વધીને નવ અબજ 35 ડોલર થયું છે. ઉત્પાદન ક્ષેત્રમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૮ ટકા વધીને 19 અબજ ચાર કરોડ ડોલર થયું છે જે ૨૦૨૩-૨૪માં 16 અબજ 12 કરોડ ડોલર હતું.
Site Admin | મે 28, 2025 9:32 એ એમ (AM)
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં દેશમાં 81 અબજ ચાર કરોડ ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું
