રાજ્યનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ-2024 થી 2033 માટે 10 વર્ષનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું છે. જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે બે લાખ છ હજારથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન છે.રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના કાર્યભારણને ધ્યાનમાં લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ 2025-26 માટે અઢી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.આ સાથે વર્ષ-2025-26ની સામાન્ય વહીવટ વિભાગની આશરે 400 કરોડ રૂપિયાની માંગણીઓ ગૃહમાં પસાર કરવામાં આવી હતી.
Site Admin | માર્ચ 11, 2025 9:55 એ એમ (AM)
નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો સંવાદ કરવા મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.
