ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 3:57 પી એમ(PM)

printer

નવરાત્રિ પ્રસંગે ભક્તોનાં ધસારાને ધ્યાનમાં લઈને રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

નવરાત્રિ પ્રસંગે ભક્તોનાં ધસારાને ધ્યાનમાં લઈને રાજ્યના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી, પાવાગઢ અને ચોટીલા મંદિર ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પાવાગઢ મંદિર ટ્રસ્ટે મહાકાળી મંદિર વહેલું ખોલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, નવરાત્રી ના પ્રથમ દિવસે, રવિવાર, આઠમ અને દસમા નોરતે સવારે 4:00 વાગે રોપ-વે શરૂ થશે. માચી અને દુધિયા તળાવ આસપાસ સફાઈ અને વીજળીની વ્યવસ્થા માટે પણ તાલુકા વહીવટી તંત્રને સૂચનાઓ આપી છે એમ પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારે જણાવ્યું હતું. ગઈકાલે રાત્રે મહાકાળીધામ પાવાગઢ ખાતે દોઢ લાખથી વધુ માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. દરમિયાન પંચમહાલ જિલ્લાનાં શેરી અને જાહેર ગરબા આયોજકોએ વરસાદની અનિશ્ચિતતા વચ્ચે તૈયારીઓ પૂર્ણ કરી છે. ગોધરામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લાનાં યાત્રાધામ ચોટીલામાં નવરાત્રિના નવ દિવસ સુધી ડુંગરના પગથિયાંના દ્વાર સવારે સાડા ચાર વાગ્યે ખુલશે. આરતી સવારે પાંચ વાગ્યે થશે. તારીખ ૧૦ મી ઓક્ટોબરના રોજ હવનાષ્ટમી નિમિત્તે ડુંગર પર હવન યોજાશે. સાંજે ચાર વાગ્યે બીડું હોમાશે. હવનાષ્ટમી સિવાયના આઠ નોરતા દરમ્યાન ભોજન પ્રસાદનો સમય બપોરે ૧૧ થી ૧૨ નો રહેશે, જ્યારે હવનાષ્ટમીના દિવસે બીડું હોમાયા બાદ ભોજન પ્રસાદનો સમય સાંજે ૪ વાગ્યાનો રહશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ