ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 10, 2024 7:40 પી એમ(PM)

printer

નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું

નર્મદા જિલ્લામાં જલ ઉત્સવ અભિયાન અંતર્ગત આજે ધારાસભ્ય ડો. દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં જલ ઉત્સવ રન “દોડ” નું આયોજન કરાયું હતું. શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ રાજપીપલાથી પ્રારંભાયેલી આ દોડને ધારાસભ્ય ડો. દેશમુખે લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, જલ એ જ જીવન છે. પશુ-પક્ષી સહિત માનવજીવન માટે પાણી અમૃત સમાન છે. આવનારા સમયમાં જલસંકટની સ્થિતિ સર્જાય તે પહેલા જલસંચય અંગે લોકોમાં જાગૃતતા લાવવાના ઉમદા આશય સાથે સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ અભિયાન શરૂ કરાયો છે.આ દોડમાં વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ વિભાગના વિવિધ શાખાના જવાનો, યુવાનો, મહિલા-બાળકો સહિત 5૦૦ થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.