ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 5, 2025 10:05 એ એમ (AM)

printer

ધોરણ-12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થશે

આજે ધોરણ-12ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. આ સાથે ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ પણ બોર્ડ દ્વારા જાહેર કરાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ આજે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, GUJCET-2025 અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ જાહેર કરશે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર સવારે સાડા દસ વાગ્યાથી પરિણામ જોઈ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓને મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ