ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 7, 2025 2:54 પી એમ(PM)

printer

દેશમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી

દેશના વિવિધ ભાગોમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મીકીની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહર્ષિ વાલ્મીકીને ‘આદિ કવિ’ અથવા સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ પૂજવામાં આવે છે. વાલ્મીકી સંપ્રદાયના સભ્યો તેમને ભગવાનના સંદેશવાહક તરીકે પણ પૂજે છે. આ પ્રસંગની ઉજવણીમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને વાલ્મીકિ જયંતિની લોકોને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, મહર્ષિ વાલ્મીકિ રામાયણ મહાકાવ્યના આદિકવિ અને રચયિતા હતા, જે ભગવાન રામના જીવન અને આદર્શોને અમર બનાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ વાલ્મીકિ જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે મહર્ષિ વાલ્મીકિના શુદ્ધ અને આદર્શ વિચારોનો પ્રાચીન કાળથી ભારતીય સમાજ અને પરિવારો પર ઊંડો પ્રભાવ રહ્યો છે.
ગૃહમંત્રી અમિત શાહે આદિકવિ મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ પર નાગરિકોને શુભેચ્છા પાઠવતા પવિત્ર ગ્રંથ ‘રામાયણ’ અનંતકાળ સુધી જીવનની દરેક પરિસ્થિતિમાં માનવ સમાજને માર્ગદર્શન આપતું રહેશે તેમ કહ્યું હતું.