ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2024 8:28 એ એમ (AM) | દિવાળીના વેકેશનની

printer

દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે.

દિવાળીના વેકેશનની શરૂઆત થવા જઈ રહી છે, તે પહેલાં સુરતીઓને આનંદપ્રમોદ માટેના સારા સમાચાર મળ્યા છે. રાજકોટ અગ્નિકાંડ ઘટના બાદ સુરત શહેરના તમામ ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક તપાસ બાદ બંધ કરી દેવામાં આવ્યા હતા.
જોકે ચાર મહિના બાદ દિવાળીના પર્વને ધ્યાનમાં રાખી સરકારની એસોપીના આધારે 11 જેટલા ગેમઝોનને મંજૂરી આપવામાં આવી છે. સુરત પોલીસ ખાતામાં 17 જેટલા ગેમઝોન અને એમ્યુઝમેન્ટ પાર્ક સંચાલકો દ્વારા અરજી કરાઈ હતી. જેમાંથી 11ને મંજૂરી આપવામાં આવી છે. આ મામલે સુરતના ડીસીપી હેતલ પટેલે જણાવ્યું હતું કે, સેફ્ટી કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ વિભાગના અધિકારીઓ સામેલ હતા.