ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 30, 2024 7:04 પી એમ(PM)

printer

દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો

દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. તારીખ 30 ઑક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિકના નિમયોનો ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ જવાનો ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ દ્વારા સમજ આપી રહ્યા છે. આ દિવસો દરમિયાન ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવર સ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, તેમજ લેન ભંગ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવાને બદલે નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને સમજાવશે.