દિગ્ગજ કથ્થક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે આજે સવારે અમદાવાદમાં અવસાન થયું છે.ભારતીય શાસ્ત્રીય નૃત્યનાં સ્વરૂપ ‘કથક’માં ક્રાંતિકારી પરિવર્તન લાવનાર વિદુષી કુમુદિની લાખિયાએ જીવનભર અદમ્ય ઊર્જા સાથે નૃત્ય ક્ષેત્રે સર્જન કર્યું હતું. નૃત્ય ક્ષેત્રમાં તેમનાં અપ્રતિમ પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને આ વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કાર જાહેર કર્યો હતો
સ્વર્ગસ્થ કુમુદિની લાખિયાએ 1967માં અમદાવાદ ખાતે ભારતીય નૃત્ય અને સંગીતની સંસ્થા, કદમ્બ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી હતી. આજે બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Site Admin | એપ્રિલ 12, 2025 1:52 પી એમ(PM)
દિગ્ગજ કથ્થક નૃત્યાંગના પદ્મવિભૂષણ કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે અમદાવાદમાં નિધન
