દાહોદમાં સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં વિક્રમી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ વિશે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુજરાત પોલીસે પુરાવાઓ મેળવીને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબૂત ચાર્જશીટ દાખલ કરી છે. કુલ 1700 પાનાની આ ચાર્જશીટમાં 150 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. વધુમાં શ્રી સંઘવીએ જણાવ્યું કે આ સમગ્ર કેસમાં પી. પી. અમિત નાયરની નિમણૂંક કરવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 3:27 પી એમ(PM)
દાહોદમાં સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં વિક્રમી 12 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી