ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 12, 2024 7:42 પી એમ(PM)

printer

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ-દીવની ત્રણ દિવસની મુલાકાતે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવના ત્રણ દિવસના પ્રવાસે છે. સુશ્રી મુર્મુએ આજે સાંજે જમ્પોરમાં પક્ષીગૃહ, દમણમાં સરકારી ઇજનેરી મહાવિદ્યાલય અને નિફ્ટ પરિસરની મુલાકાત લીધી હતી.

આવતીકાલે શ્રીમતી મુર્મૂ સેલવાસમાં નમૉ આરોગ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થાન ખાતે જશે, જ્યાં તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. શ્રીમતી મુર્મૂ ઝંડા ચોક શાળાનું પણ ઉદ્ઘાટન કરશે તેમજ સેલવાસમાં એક જાહેર સમારોહને સંબોધિત કરશે. તેઓ દીવમાં I.N.S. ખુકરી સ્મારકની પણ મુલાકાત લેશે.