ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 13, 2024 9:02 એ એમ (AM)

printer

ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટીકીટ સંગ્રહ કરવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે.

ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટીકીટ સંગ્રહ કરવા માટે નવા પગલાં લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે ગઈ કાલે રાજકોટમાં સેન્ટ પોલ સ્કૂલના રજત જયંતી વર્ષ નિમિત્તે રાજકોટના પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે વિશેષ આવરણનું વિમોચન કર્યું હતું.
શ્રી યાદવે કહ્યું કે ટપાલ ટીકીટ એ ‘‘નન્હા રાજદૂત’’ છે, જે વિવિધ દેશોમાં ભ્રમણ કરે છે અને સંસ્કૃતિ, પરંપરા અને વારસાથી પરિચિત કરાવે છે. દરેક ટપાલ ટીકીટ પાછળ એક વાર્તા છુપાયેલી હોય છે અને આજની યુવા પેઢીને આ વાર્તા સાથે જોડવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે આજની પેઢીને ટપાલ ટીકીટ વિશે જાણકારી મળે તે માટે એક નવી પહેલ તરીકે ટપાલ વિભાગ વિવિધ શાળાઓમાં ફિલાટેલી ક્લબ ખોલી રહ્યું છે.