ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 7, 2025 2:40 પી એમ(PM)

printer

જીનીવામાં આયોજીત સંમેલનમાં ભારે ગરમીના જોખમનો સામનો કરવા માટે ભારતે વૈશ્વિક સહયોગની હાકલ કરી

પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ મિશ્રાએ ભારે ગરમીના જોખમનો સામનો કરવા માટે વૈશ્વિક સહયોગની હાકલ કરી.
પ્રધાનમંત્રીના મુખ્ય સચિવ ડૉ. પી.કે. મિશ્રાએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના આહ્વાનને પુનરાવર્તિત કર્યું છે અને ભારે ગરમીને વૈશ્વિક કટોકટી તરીકે સંબોધવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે વધતા તાપમાન જાહેર આરોગ્ય, આર્થિક સ્થિરતા અને ઇકોસિસ્ટમ માટે પ્રણાલીગત જોખમો ઉભા કરી રહ્યું છે.
શુક્રવારે જીનીવામાં ભારે ગરમીના જોખમ વ્યવસ્થાપન પરના ખાસ સત્ર દરમિયાન જણાવ્યું હતું કે ભારતે ભારે ગરમીના જોખમ વ્યવસ્થાપન માટે સક્રિય અને દૂરંદેશી અભિગમ અપનાવ્યો છે. તેમણે માહિતી આપી કે ભારત આપત્તિ પ્રતિભાવથી આગળ વધીને સંકલિત તૈયારી અને વ્યૂહરચના તરફ આગળ વધ્યું છે.
ડૉ. મિશ્રાએ ભારે ગરમી સામે સ્થિતિસ્થાપક, સંકલિત અને સક્રિય વૈશ્વિક પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક ભાગીદારો સાથે તેની કુશળતા, તકનીકી ક્ષમતાઓ અને સંસ્થાકીય શક્તિઓ શેર કરવાની ભારતની સંપૂર્ણ પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ