ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 10, 2024 8:23 એ એમ (AM) | કુંવરજીભાઈ બાવળીયા

printer

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.

જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના ગોરૈયા ગામ ખાતે રૂ. ૨૭.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનારા પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ વિભાગમાં લેબર રૂમ, વેઇટિંગ એરિયા, એકઝામિન રૂમ તેમજ રહેઠાણ વિભાગમાં લિવિંગ-બેડ રૂમની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ તકે મહાનુભવોના હસ્તે વિચરતી-વિમુક્ત જાતિના ૬ પરિવારોને રહેણાંક હેતુસર વિનામૂલ્યે ૧૦૦ ચો. વાર પ્લોટનું સનદ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે શ્રી બાવળિયાએ જસદણ-વિંછીયા પંથકના અંતરિયાળ ગામોના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયાસશીલ હોવાનું જણાવ્યું હતું .