જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ હતી. જેમાં તમામ વિભાગોની તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવી અને શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓમાં વધુ સુધારો કરવા વિવિધ પહેલો અંગે ચર્ચા કરાઇ. ઉપ-રાજ્યપાલે યાત્રાળુઓની સુવિધા માટેના કાર્યો સમયસર પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યો હતો. આ વર્ષે, શ્રી અમરનાથજી યાત્રા ત્રણ જુલાઈએ પહેલગામ અને બાલતાલથી એક સાથે શરૂ થશે.
Site Admin | જૂન 8, 2025 10:15 એ એમ (AM)
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહાના અધ્યક્ષસ્થાને શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડની બેઠક યોજાઈ
