જમ્મુ અને કાશ્મીરમાં, સેંકડો ભક્તો કાશ્મીરી પંડિત સમુદાયના સૌથી મોટા ધાર્મિક કાર્યક્રમોમાંનાં એક ખીર ભવાની મેળામાં ભાગ લેવા માટે જમ્મુથી 60 બસોના કાફલામાં આજે કાશ્મીર ખીણ માટે રવાના થયા હતા.
કાશ્મીર ખીણ અને દેશના અન્ય ભાગોમાંથી કાશ્મીરી પંડિતો તુલમુલ્લા ખાતે ખીર ભવાની મંદિરમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વરિષ્ઠ અધિકારીઓ આજે સવારે જમ્મુના બહાર આવેલા નગરોટાથી માર્ગ પરિવહન નિગમની બસોના કાફલાને લીલી ઝંડી આપી રવાના કરી હતી. ભક્તો મંગળવારે મંદિરોમાં ‘દર્શન’ કરશે અને એક દિવસ પછી જમ્મુ પરત ફરશે.
મંગળવારે ગાંદરબલમાં તુલમુલ્લા, કુલગામમાં મંઝગામ અને દેવસર, અનંતનાગમાં લોગરીપોરા અને કુપવાડામાં ટિક્કર ખાતે પાંચ રાગન્યા ભગવતી મંદિરોમાં ખીર ભવાની મેળો યોજાશે.
આકાશવાણીના જમ્મુ સંવાદદાતા જણાવે છે કે આ વર્ષે ભક્તોની સંખ્યા ઓછી છે. આ માટે પહેલગામમાં પર્યટકો પર આતંકવાદી હુમલો અને તેને પગલે ભારત-પાકિસ્તાન વચ્ચેની લશ્કરી કાર્યવાહી જવાબદાર હોવાનું મનાય છે.
Site Admin | જૂન 1, 2025 6:34 પી એમ(PM)
જમ્મુ અને કાશ્મીરમાં, સેંકડો ભક્તો ખીર ભવાની મેળામાં ભાગ લેવા માટે રવાના થયા
