ભારત જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક સરહદ પારના રોકાણ સ્થળોમાં સ્થાન ધરાવે છે. કોલિયર્સનાં અહેવાલ પ્રમાણે દેશ મજબૂત ફંડામેન્ટલ્સ, પરિપક્વ રિયલ એસ્ટેટ બજાર અને જમીન અને વિકાસ અસ્કયામતોમાં વધતા રસને કારણે એશિયા પેસિફિકમાં એક મુખ્ય રોકાણ સ્થળ તરીકે ઉભરી રહ્યો છે.
કોલિયર્સના એક અહેવાલ મુજબ અનુકૂળ નીતિગત પગલાં અને સતત માળખાગત સુવિધાઓને કારણે ભારતમાં રોકાણનું વાતાવરણ પ્રોત્સાહક બની રહ્યું છે અને વૈશ્વિક તથા પ્રાદેશક મૂડીને આકર્ષી રહ્યું છે.
જાપાન અને ઓસ્ટ્રેલિયા સ્થાયી અસ્કયામતો માટે ટોચના 10 વૈશ્વિક સરહદ પારના મૂડી સ્થળોમાં સ્થાન ધરાવે છે, જ્યારે ભારત જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક સરહદ પારના મૂડી સ્થળોમાં મુખ્યત્વે સાતમા સ્થાને રહ્યું છે.
Site Admin | જૂન 11, 2025 2:03 પી એમ(PM)
જમીન અને વિકાસ સ્થળો માટે ટોચના 10 વૈશ્વિક રોકાણ સ્થળોમાં ભારતનો સમાવેશ.
