છત્તીસગઢમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં અધિક પોલીસ અધિક્ષક શહીદ થયા છે. આજે સવારે સુકમા જિલ્લામાં પોલીસ કર્મચારીઓની એક ટીમ 10 જૂનના રોજ નક્સલવાદીઓ દ્વારા બંધનાં એલાનને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે આ ઘટના બની હતી.
કોન્ટા-એરાબોર રોડ પર ડોંડરા ગામ નજીક નક્સલવાદીઓ દ્વારા લગાવેલા પ્રેશર ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ-IEDમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં એએસપી (કોન્ટા) આકાશ રાવ ગિરિપુંજે શહીદ થયા હતા અને કેટલાક અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
Site Admin | જૂન 9, 2025 2:45 પી એમ(PM)
છત્તીસગઢમાં માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા વિસ્ફોટમાં અધિક પોલીસ અધિક્ષક શહીદ.
