છત્તીસગઢના બીજાપુરમાં વધુ બે નક્સલીઓ માર્યા ગયા, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરાયા છે.
બીજાપુર જિલ્લાના ગીચ જંગલવાળા ઇન્દ્રાવતી રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં ચાલી રહેલા ઓપરેશનના 30મા દિવસે શનિવારે સુરક્ષા દળોએ વધુ બે નક્સલીઓને ઠાર માર્યા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે. રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં હજુ પણ ઓપરેશન ચાલી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ, 21 મેના રોજ એક અથડામણ 27 નક્સલીઓ માર્યા ગયા હતા.
Site Admin | જૂન 7, 2025 2:38 પી એમ(PM)
છત્તીસગઢના બીજાપુરમાં વધુ બે નક્સલીઓ ઠાર, મોટા પ્રમાણમાં હથિયારો જપ્ત
