ચૂંટણી પંચ આજે બપોરે નવી દિલ્હીમાં બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશી સાથે ચૂંટણી તારીખો અંગે મીડિયાને માહિતી આપશે. ચૂંટણી સમયપત્રકની જાહેરાત સાથે, આદર્શ આચારસંહિતા લાગુ થશે. બિહાર વિધાનસભાના 243 સભ્યોનો કાર્યકાળ આવતા મહિનાની 22મી તારીખે સમાપ્ત થશે.
ચૂંટણી પેનલના પ્રતિનિધિમંડળે બિહારમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા પૂર્ણ કરી, તમામ મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને લોજિસ્ટિકલ વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું તેના એક દિવસ પછી જ ચૂંટણીની તારીખઓની જાહેરાત કરશે
આ વર્ષે ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ (યુનાઇટેડ) ના શાસક ગઠબંધન અને રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહાગઠબંધન તરીકે ઓળખાતા વિપક્ષી ગઠબંધન વચ્ચે રસાકસીભરી સ્પર્ધા થશે.. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટી, જે બિહારના રાજકારણમાં વૈકલ્પિક બળ તરીકે પોતાને સ્થાન આપી રહી છે, તે આ સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવશે.
૨૦૨૦ માં યોજાયેલી ગત વિધાનસભા ચૂંટણીઓમાં, રાષ્ટ્રીય લોકશાહી જોડાણે ૧૨૫ બેઠકો સાથે બહુમતી મેળવી હતી, જ્યારે મહાગઠબંધને ૧૧૦ બેઠકો જીતી હતી. આરજેડી ૭૫ બેઠકો સાથે એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી.
આ વખતે બિહાર ચૂંટણીમાં ચૂંટણી પંચે વિશેષ વ્યવસ્થા કરી હોવાનું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારે જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 6, 2025 1:26 પી એમ(PM)
ચૂંટણી પંચ આજે બિહાર વિધાનસભા ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરશે