ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 8:17 પી એમ(PM)

printer

ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાનનાં ગોળીબારથી અસરગ્રસ્ત જમ્મુ-કાશ્મીર નિયંત્રણ રેખાના રહેવાસીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારથી અસરગ્રસ્ત જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખાના રહેવાસીઓ માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરી છે.
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે હાલના 90 હજાર ભૂગર્ભ બંકરો ઉપરાંત, સરહદી સમુદાયોને સુરક્ષા અને સહાય વધારવા માટે વધારાના પગલાં લેવામાં આવશે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકોના પરિવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યા બાદ પૂંછ શહેરમાં એક સભાને સંબોધતા ગૃહમંત્રીએ કહ્યું કે વહીવટીતંત્ર હાલમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર અસરગ્રસ્ત પરિવારોને તમામ શક્ય સહાય પૂરી પાડશે.
તેમણે કહ્યું કે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું જેમાં સરહદ પાર આતંકવાદી માળખાને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ