ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 7:51 એ એમ (AM)

printer

ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગૃહમંત્રી આજે પાકિસ્તાની ગોળીબારથી પ્રભાવિત લોકોને મળવા માટે પૂંચની મુલાકાત લેશે. શ્રી શાહ ગઈકાલે સાંજે કેન્દ્રશાસિત પ્રદેશની બે દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચ્યા હતા.
ગઈકાલે જમ્મુ પહોંચેલા શ્રી શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.આ વર્ષે 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રા માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરી હતી. તેમને યાત્રા માટેના સુરક્ષા પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી.
આજે પૂંચની મુલાકાત દરમિયાન તેઓ સિંહ સભા ગુરુદ્વારા સહિત ક્ષતિગ્રસ્ત ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લેશે અને સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓ સાથે બેઠક કરશે. શ્રી શાહ પૂંચમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કેમ્પની પણ મુલાકાત લેશે અને જવાનો સાથે વાતચીત કરશે.
આ બેઠકમાં લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, જમ્મુ અને કાશ્મીરના મુખ્ય સચિવ અટલ દુલ્લૂ અને વિવિધ અર્ધલશ્કરી દળો, પોલીસ અને ગુપ્તચર એજન્સીઓના વડાઓ હાજર રહ્યા હતા.

. . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . . .

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ